RTE હેઠળ આપણું બાળક પ્રાઇવેટ શાળા માં સરકારના ખર્ચે શિક્ષણ પ્રાપ્ત કરશે, જાણો સમગ્ર વિગત

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. RTE એક્ટ હેઠળ શુક્રવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે . રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમારા બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે બનાવી શકો છો ત્યારે હવે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી www.rte.orpgujarat.com વેબસાઈટ પર તારીખ 19 ઓગસ્ત 2020 થી લઈને 29 ઓગસ્ટ 2020 સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશો .

7થી 18 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે 19 થી 29 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તો 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને બાદમાં પ્રથમ રાઉન્ડ ની જાહેરત 11 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે.આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે. તે તમામ ની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. અરજદાર જરૂરી પુરાવા એકત્ર કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલે રીસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોરોના મહામારી ને કારણે રદ કરેલ છે. ખાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા એવા જન્મતારીખનો દાખલો, જાતિનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ ની પ્રિન્ટ વાલીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાં પણ જમા કરવાનું રહેશે નહીં . તો તમે પણ આ ટાઇમટેબલ પ્રમાણે અનુસરીને તમારા બાળકોને વિનામૂલ્યે પ્રાઇવેટ શાળામાં ભણાવી શકો છો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*