મોદી સરકાર આપશે આ બાબતે મોટો ઝટકો , જાણો વિગતે

619

કેન્દ્ર સરકારે લાંબા સમયથી મંત્રાલયો અને વિભાગો માં બેઠેલા ભ્રષ્ટ અને નિરસ અધિકારીઓની સેવા પર કાતર ચલાવવા માટે એક લાંબી સૂચિ તૈયાર કરી રહી છે. આ અધિકારીઓ એવા છે કે જેમના 50 વર્ષની વય થી વધુ હોય અને કામગીરી માં ઉપયોગી ન હોય તેમને સી સી એસ નિયમો 1979 ના નિયમ એફ આર 56 (જે) નિયમો 48 હેઠળ બળજબરીથી નીર્વુતી આપવામાં આવશે.

જેમાં એ બી અને સી કેટેગરીમાં અધિકારીઓ સામેલ છે.આ અધિકારીઓના રિપોર્ટ તમામ કેન્દ્રીય સંસ્થાઓ પાસેથી માંગવામાં આવ્યા હતા અને અધિકારીઓની ફાઈલ કોરોના સંક્રમણ દરમિયાન આગળ વધી શકી ન હતી . કારણ એ હતું કે તે સમયે આ બાબતો માટે પ્રતિનિધિત્વ સમિતિની રચના થઇ શકી ન હતી અને હવે કેન્દ્ર સરકારે નવી સમિતિની રચના કરેલ છે.

તેમાં બી આઇ.એ.એસ અધિકારીઓ અને કેન્ડર કંટ્રોલીંગ ઓથોરિટીના એક સભ્ય નો સમાવેશ કર્યો છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ 1972 ના નિયમ 56(જે) હેઠળ જે અધિકારીઓ 30 વર્ષની સેવા પૂર્ણ કરી હોય અથવા 50 વર્ષની વય સુધી પહોંચ્યા હોય તેમણે ફરજિયાત રિતાઇડ કરવામાં આવશે . સબંધિત વિભાગના અધિકારીઓના અહેવાલમાં ભ્રષ્ટાચાર, અસમર્થતા, અનિયમિતતાના જોવા મળ્યા હશે તેમની આવી જ બનશે . જો આક્ષેપો સાચા સાબિત થાય તો અધિકારીઓને નિવૃત્તિ લેવાની ફરજ સરકાર પાડશે . આવા અધિકારીઓને નોટિસ આપી અને ત્રણ મહિનાનો પગાર અને ભથ્થા આપીને ઘરે મોકલી દેશે.