અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ અઠવાડીયામાં બીજી વખત ભારતની ટીકા કરી હતી . અગાઉ હવા પ્રદૂષણ અંગે ભારતના નામનો ઉલ્લેખ કરીને ટીકા કરનારા ટ્રમ્પે બીજી વખત કોરોના અંગે ભારતનું ઉદાહરણ આપીને ભારતનો પ્રયાસોને બિન અસરકાર ગણા હતા.
અમેરિકાનાં પ્રમૂખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારનું કામ વખાણતા કહું હતું કે અમેરિકન સરકાર કોરોના સામે અસરકાર રીતે કામ કરી રહી છે.તેમને કહું હતું આપણે ખૂબ સારુ કામ કરી રહ્યાં છીએ . આપણે ત્યાં સ્થિતી કાબુમાં આવતી જાય છે . જયારે ઘણા દેશો હજુ પણ કોરોના સામે જજુમી રહા છે . દેશભરમાં કોરોના ના કેસોની સંખ્યા બહુજ જડપથી વધી રહી છે . હવે દરરોજ 50 હજાર જેટલા કેસો સામે આવવા લાગ્યા છે . છેલ્લા 24 કલાક માં પણ 51,321 નવા કેસો સામે આવા હતા . જે સાથે જ દેશમાં હવે કોરોના ની કેસોની સંખ્યા 19,01,171 ને પાર પહોચી ગઈ છે અને બે દિવસમાં જ 20 લાખ ને પાર કરી શકે છે.
જોકે દેશમાં કોરોના ના જેટલા પણ કેસો છે તેમાંથી 82 ટકા માત્ર 10 રાજ્યોમાં જ સામે આવા છે . જોકે અન્ય ચિંતાજનક બાબત એ છે કે કોરોના હવે એવા વિસ્તારોમાં પણ ફેલાવા લાગ્યો છે કે જ્યાં અગાઉ એક પણ કેસ સામે ન આવ્યો હોય . કોરોના થી અત્યાર સુધી કુલ 39,764 લોકોના મોત નિપજ્યા છે અને માત્ર 24 જ કલાકમાં 843 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ટ્રમ્પ એ ભારત અને ચીન નું ઉદાહરણ આપીને પોતાની સરકારની પ્રશંસા કરી હતી . કે અમેરિકામાં સ્થિતિ સારી છે તે બતાવવા માટે ચીન અને ભારત નું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે : ચીનમાં ફરી વખત કોરોના માથુ ઉચકી રહ્યો છે . જ્યારે ભારતમાં તો સ્થિતિ ખૂબ ખરાબ છે .ભારતમાં તો કોરોના ની સમસ્યા ભયજનક સ્તરે પહોંચી ચૂકી છે પરંતુ અમેરિકા એવી સ્થિતિ સર્જાઈ નથી.