ખરીદી કરીને ઘરે પરત ફરી રહેલા બે યુવકોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ – બહેનના લગ્નના એક દિવસ પહેલા ભાઈનું મૃત્યુ…

Published on: 11:52 am, Sun, 24 July 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે શનિવારના રોજ એક માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા. ગુસ્સામાં આવીને લોકોએ કેટલાક ખાનગી વાહનો સહિત પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. અને ઘટના સ્થળે ભારે હંગામા મચાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટોલટેક્સ પાસે એક અજાણી બસે બાઇક પર થવા બંને યુવકોને કચડી નાખ્યા હતા. જેના કારણે બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય શાહબાઝ આલમ અને 18 વર્ષીય ઈરફાન નામના યુવકનું કારણ મૃત્યુ થયું છે.

સમગ્ર ઘટનાના સંદર્ભમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને મિત્રો બાઈક પર બિહાર શરીફથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા બસ ચાલકે બંનેને કચડી નાખ્યા હતા તેથી બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક બસ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. ગુસ્સામાં આવીને સ્થાનિક લોકોએ કેટલાક ખાનગી વાહનો અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યા હતા. આટલું જ નહીં પરંતુ વળતરની માંગણી સાથે રોડ પણ બ્લોક કર્યો હતો.

જેના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના શનિવારના રોજ નાલંદા જિલ્લાના દીપ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બિહાર શરીફ રાજગીરી રોડ પર બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા શાહબાઝ આલમના ઘરે આજે જાન આવવાની હતી, આજે તેની બહેનના લગ્ન હતા.

લગ્નની ખરીદી માટે શાહબાઝ તેના મિત્ર સાથે માર્કેટમાં ગયો હતો. ત્યાંથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખરીદી કરીને ઘરે પરત ફરી રહેલા બે યુવકોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ – બહેનના લગ્નના એક દિવસ પહેલા ભાઈનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*