ઈંટના ભઠ્ઠામાં અચાનક દિવાલ પડતા 3 મજૂરોના કરુણ મૃત્યુ, આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 11:17 am, Sun, 24 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણી ભયાનક ઘટનાના વિડીયો જોયા હશે. ઘણી એવી ઘટનાઓના વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં ઈંટના ભઠ્ઠામાં એક દિવાલ પડવાના કારણે ત્રણ મજૂરોના કરુણ મૃત્યુ થયા છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દર્દના ઘટના જમ્મુ કશ્મીરના પુલવામા માંથી સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર અહીંના ઉખુમાં ઈંટના ભઠ્ઠામાં અચાનક એક દિવાલ નીચે પડે છે.

આ દરમિયાન ત્યાં કામ કરી રહેલા ત્રણ મજૂરો દિવાલ નીચે દબાઈ ગયા હતા, આ કારણોસર તેમના કરુણ મૃત્યુ નીપજ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઈંટના ભઠ્ઠા પર કેટલાક મજૂરો કામ કરતા નજરે પડી રહ્યા છે.

આ દરમિયાન અચાનક જ એક દિવાલ નીચે પડે છે. આ સાથે જ નજીકમાં ઉભેલા ત્રણ મજૂરોને ભાગવાનો મોકો પણ નથી મળતો અને તેઓ દિવાલની નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા જ અન્ય મજૂરોમાં પણ નાશ ભાગ મચી ગઈ હતી.

ઘટના સ્થળે હાજર અન્ય મજૂરોની તો ઘટનાના દ્રશ્યો જોઈને ચીસો નીકળી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં દિવાલ નીચે દબાઈ જવાના કારણે ત્રણ મજૂરોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર દુર્ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને તો ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઈંટના ભઠ્ઠામાં અચાનક દિવાલ પડતા 3 મજૂરોના કરુણ મૃત્યુ, આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*