બે મહિલાઓ કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે એક ટ્રક બંને મહિલાને લીધી અડફેટેમાં, બંને મહિલાઓના મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે. ઘણા અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે અને અકસ્માતમાં તો ઘણા આખાને આખા પરિવાર મૃત્યુ પામે છે. ત્યારે તાજેતરમાં જ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ શનિવારના રોજ વહેલી સવારે બે મહિલાઓ સાથે એક અકસ્માત સર્જાયો હતો. ભારતી માહિતી મુજબ મકાનમાલિક અને તેના ઘરમાં ભાડે રહેતી મહિલા કામ કર્યા બાદ રિક્ષાની શોધખોળમાં પગપાળા પોતાના ઘર તરફ જઈ રહી હતી.

ત્યારે પાછળથી આવતા એક ટ્રકે બંને મહિલાઓને અડફેટેમાં લીધી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો દ્વારા ટ્રકચાલકને પકડવામાં આવ્યો હતો અને તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના શનિવારના રોજ સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. સાડા પાંચ વાગ્યાની આસપાસ બે મહિલાઓ કામ કરીને પોતાના ઘર તરફ તેની શોધખોળમાં જઈ રહી હતી.

એ દરમ્યાન પાછળથી આવેલા એક બેકાબૂ ટ્રકે બંને મહિલાઓને અડફેટેમાં લીધી હતી. આ અકસ્માતમાં બંને મહિલાઓના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા બંને યુવતીઓ માંથી એકનું નામ આરતી અને એકનું નામ સુનિતા હતું.

આરતીના પુત્ર સંજય ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ઉપરાંત મૃત્યુ પામેલી સુનીતાને 14 વર્ષનો એક પુત્રને 13 વર્ષની એક પુત્રી હતી. આ અકસ્માતમાં ભાઈ બહેનને પોતાની માતાને ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*