મોડાસામાં બે ટ્રક સામ સામે આવતા અકસ્માત, ઘટનામાં ગંભીર આગના કારણે બે લોકોના મૃત્યુ…

Published on: 8:58 pm, Sun, 5 September 21

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના પથક ની અકસ્માત ની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે ટ્રક સામ સામે અથડાતાં મોટો અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર બે ટ્રક સામ સામે અથડાતાં ટ્રકમાં આગ લાગી હતી અને ટ્રકમાં આગ લાગવાના કારણે હાઇવે રોડ પર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં ઘટનાસ્થળે જ એ લોકોના મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર મોડાસાના ગઢડા કંપા નજીક સામસામે આવતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બંને ટ્રકો વચ્ચે જોરદાર ટક્કરને કારણે આગ લાગી ગઈ હતી અને આગના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ સમગ્ર અકસ્માતમાં બે લોકોના તો ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસ અનુસાર મૃત્યુ પામેલા બંને લોકો રાજસ્થાનના ઉદયપુર ના વતની હતા. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઈવર અને એક ક્લીનર નું મૃત્યુ થયું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા મહામંત્રી પર લાગેલા આગ પર કાબુ મેળવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!