સુરતમાં રીંગ રોડ પર એક ટેમ્પામાં ઈન્વર્ટર ચાર્જ કરતી વખતે અચાનક લાગી આગ…

Published on: 12:05 pm, Mon, 6 September 21

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અને સુરતમાં તો આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે તેવી જે ઘટના સુરતમાં રિંગરોડ નજીક જૂની સબ જેલ પાછળ સામે આવી છે. મળતી માહિતી અનુસાર સબ જેલ પાછળ એક ટેમ્પામાં અચાનક આગ લાગી હતી.

ટેમ્પામાં આગ લાગવાના કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટેમ્પા પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ટેમ્પામાં પેન્ટ્રી બનાવી ઇન્વર્ટર ચાર્જ કરવા માટે બાજુના ઘરમાંથી વીજળી લેવામાં આવતી હતી તે દરમિયાન અચાનક આગ લાગી તેવું કારણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેન્ટ્રીમાં ગેસ બાટલો લીકેજ હોવાના કારણે આગ લાગી હતી. અને જોતજોતામાં તો આખો ટેમ્પામાં આગ લાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. ટેમ્પા માં આગ લાગી હોવાના કારણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

જ્યારે આગ પર કાબુ મેળવ્યો ત્યારબાદ ટેમ્પા નો ભંગાર થઈ ગયો હતો. ટેમ્પા માં આગ લાગી હોવાના કારણે આસપાસ પડેલી એક કારને પણ નુકસાન થયું હતું કારના પાછળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં રીંગ રોડ પર એક ટેમ્પામાં ઈન્વર્ટર ચાર્જ કરતી વખતે અચાનક લાગી આગ…"

Leave a comment

Your email address will not be published.


*