કેશોદમાં બની બે દુઃખદાયક ઘટના…વાડીએ મોટર ચાલુ કરવા જતા યુવાનને વીજ કરંટ લાગતા કરુણ મૃત્યુ… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 4:48 pm, Thu, 18 August 22

હાલમાં બનેલી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજ કરંટ લાગવાના કારણે એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ યુવાનને સારવાર માટે ખાનગી વાહન દ્વારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કેશોદના ડેરવાણ ગામમાં રહેતા 42 વર્ષીય લખમણભાઇ દેસાભાઇ ધુળાનું મૃત્યુ નીપજ્યું છે. રાજુભાઈ વાડીએ ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા હતા આ દરમિયાન તેમણે વીજી કરંટ લાગ્યો હતો. જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો તેમને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે લખમણભાઇ ને મૃત જાહેર કર્યા હતા. લખમણભાઇના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઉપરાંત કેશોદમાં અમૃત નગર વિસ્તારમાં બનેલી વધુ એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અગાસી માંથી નીચે ઉતરતી વખતે સીડી પરથી પગ લપસી જતા એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે જેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનનું નામ પ્રવીણભાઈ અરજણભાઈ રૂપાવટીયા હતું અને તેમની ઉંમર 57 વર્ષની હતી. આ ઘટના કેશોદના અમૃત નગર વિસ્તારમાં બની હતી. પ્રવીણભાઈ મકાનની અગાસી પરથી સીડી દ્વારા નીચે ઉતરી રહ્યા હતા આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો.

જેમના કારણે તેઓ ત્યાંથી નીચે પડ્યા હતા. આ ઘટનામાં પ્રવીણભાઈ ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકો પ્રવીણભાઈ ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હાજર ડોક્ટરે પ્રવીણભાઈ ને મૃત જાહેર કર્યા હતા પ્રવીણભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કેશોદમાં બની બે દુઃખદાયક ઘટના…વાડીએ મોટર ચાલુ કરવા જતા યુવાનને વીજ કરંટ લાગતા કરુણ મૃત્યુ… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*