સુરતમાં બે લોકોના હાર્ટએટેકથી મોત : મહિલાનું ટીવી જોતા જોતા હાર્ટ એટેક આવતા કરુણ મોત, તો યુવકને રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો પડ્યો અને પછી તો…

Published on: 12:16 pm, Thu, 11 May 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(Heart attack) આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે સુરત(Surat) શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન(Sachin) વિસ્તારમાં એક જ દિવસમાં હાર્ટ એટેક આવવાના કારણે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા (Two people died of heart attack) છે. આ ઘટનામાં સચિનમાં રહેતી 46 વર્ષીયા મહિલાનું તેવી જોતા જોતા અચાનક જ મોત થઈ ગયું હતું. ત્યારે 27 વર્ષના યુવકને શ્વાસ લેવાની તકલીફ થયા બાદ તેનું મોત થઈ ગયું હતું. બંનેના મોતને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મોતનું સાચું કારણ જાણવા મળશે. પરંતુ હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

ટીવી જોતા જોતા મહિલાનું મોત…

પહેલા બનાવ વિશે વાત કરીએ તો, સુરતના સચિનમાં કાનપુર વિસ્તારમાં 46 વર્ષીય નેનાબેન રાઠોડ પોતાના પરિવાર સાથે રહેતા હતા. સોસાયટીમાં ઘરની નીચે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ નેનાબેન પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ નેના બેનને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

ત્યારબાદ પરિવારના સભ્યો નેનાબેન ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાર પછી નેનાબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નેના બહેનના મૃતદેહનું સાચું કારણ જાણી શકાશે. નેનાબેનનું મોત થતા જ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો થયા બાદ યુવકનું મોત…

બીજા બનાવ વિશે વાત કરીએ તો, સચિન વિસ્તારનો જ આ બનાવ છે. અહીં 27 વર્ષીય વિકાસ નામનો વ્યક્તિ પોતાની બહેન અને બનેવી સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. એક મહિના પહેલા તે રોજગારી માટે સુરત આવ્યો હતો. ત્યારબાદ તે ટેક્સટાઇલના વ્યવસાયમાં કામ કરવા લાગ્યો હતો. ઘટનાના દિવસે રાત્રે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને અચાનક જ પેટમાં દુખાવો ઉપાડ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વિકાસના સંબંધી રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, રાત્રે વિકાસને પેટમાં ખૂબ જ દુખાવો પડ્યો હતો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. જેથી પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિકાસની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. વિકાસ એકદમ સ્વસ્થ હતો. રાત્રે જમ્યા બાદ તેને છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું. વિકાસનું મોત પણ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે તેવી આશંકાઓ છે. હાલમાં તેના પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બે લોકોના હાર્ટએટેકથી મોત : મહિલાનું ટીવી જોતા જોતા હાર્ટ એટેક આવતા કરુણ મોત, તો યુવકને રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો પડ્યો અને પછી તો…"

Leave a comment

Your email address will not be published.


*