દીકરાનું અમેરિકા જવાનું સપનું પૂરું થાય તે પહેલા બસ સ્ટેશન પર મોત આંબી ગયું… એકના એક દીકરાનું મોત થતા માતાનું હૈયાફાટ રુદન…

Published on: 11:29 am, Thu, 11 May 23

ગઈકાલે એટલે કે બુધવારના રોજ ગાંધીનગરના(Gandhinagar) કલોલમાં એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એક ખાનગી બસ ચાલકની બેદરકારીના કારણે 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કલોલના(Kalol) અંબિકા બસ સ્ટેશન(Ambika Bus Station) નજીક એક એસટી બસ રોડ ઉપર ઊભેલી હતી. બસની આગળ કેટલાક મુસાફરો અન્ય બસની રાહ જોઈને ઉભેલા હતા.

માતાનું હૈયાફાટ રુદન.

આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ખાનગી બસે રોડ પર ઊભેલી એસટી બસને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસની આગળ વાહનની રાહ જોઈને ઉભેલા મુસાફરો એસટી બસની અડફેટેમાં આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

વહેલી સવારે કલોલ બસ સ્ટેશન નજીક આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. વહેલી સવારે કોઈ નોકરી પર જવા માટે, તો કોઈ કોલેજ જવા માટે બસની રાહ જોઈને ઉભેલા હતા. આ દરમિયાન ખાનગી બસ ચાલકની બેદરકારીના કારણે ગણતરીની સેકન્ડમાં જ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા હતા.

 અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપોની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં કોઈએ પોતાના પિતા અથવા તો કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે. કોઈ માતા તો કોઈ પોતાના સગા સંબંધીઓ ગુમાવ્યા છે.

 ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્યારે આજે આપણે આ ગંભીર અકસ્માતની ઘટનાનો ભોગ બનેલા સાવન દરજી નામના યુવકની વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં સામાન્ય દરજી નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાવન પરિવારનો એકનો એક જ દીકરો હતો. સાવનના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દીકરાનું મૃતદેહ જોઈને માતાના પગ નીચેથી જમીને સરખી ગઇ હતી અને માતાએ હોસ્પિટલમાં જ હૈયાફાટ રૂદન કર્યું હતું.

મૃત્યુ પામેલા સાવન દરજીના સંબંધીઓ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, સાવન દરજી ડિપ્લોમા સ્ટુડન્ટ હતો અને આવતા મહિને તે અમેરિકા પણ જવાનો હતો. સાવન અમેરિકા જાય તે પહેલા તેનું અકસ્માતમાં દર્દનાક મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક બસ ચાલકની બેદરકારીના કારણે સાવન દરજીનું અમેરિકા જવાનું સપનું આજે અધૂરું રહી ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો