અરે આને તો જુઓ..! ચોરી કરવા આવેલો ચોર ગરોળીની જેમ દીવાલને ચીપકીને ઝટપટ ચડી ગયો ચોથા માળે, પછી કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હક્કાબક્કા થઈ જશો…

Published on: 1:04 pm, Thu, 11 May 23

Viral video: દેશભરમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ઘણી ચોરીની ઘટનાઓ હોય છે જે કેમેરામાં કેદ થઈ જતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ચોરી કરવા ઘરના ચોથા માળે ચડતા એક ચોરનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોઈપણ પ્રકારના સાધન સામગ્રી વગર આ ચોર માત્ર સેકન્ડોમાં જ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર થી દીવાલને ચીપકીને ઘરવાળીની જેમ ઝટપટ ચોથા માળે ચડી જાય છે.

દૂર ઊભેલા એક વ્યક્તિએ આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ ચોરીનો વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોરી કરવા આવેલો એક ચોર સ્પાઇડરમેનની જેમ દિવાલના આધારે ઘરના ચોથા માળે ચડી જાય છે.

ત્યારે દૂર ઊભેલો એક વ્યક્તિ આ ચોરનો વિડીયો બનાવી રહ્યો હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ચોર ઘરના પાછળના ભાગે લગાવવામાં આવેલી પાઇપનો સહારો લઈને ચોથા માળે ચડી જાય છે. જ્યારે ચોર ઉપર ચડે છે ત્યારે વિડીયો બનાવી રહેલો યુવક તેને બોલાવે છે અને તેને કહે છે કે તું ત્યાં જ ઉભો રહેજે.

જેના કારણે ચોર ખૂબ જ ડરી જાય છે અને તે તરત જ પાઇપના સહારે માત્ર સેકન્ડોમાં જ ચોથા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી જાય છે. ચોર નીચે ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ વીડિયોમાં ચોરના કારનામાં જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર Ghar Ke Kalesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો વેસ્ટ દિલ્હીનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ વિડીયો 36,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો