બકરી ચરાવવા ગયેલી બે સગી બહેનોના તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ , બંનેના એકસાથે અંતિમ સંસ્કાર કરાયા – આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા

Published on: 3:02 pm, Tue, 2 August 22

હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાવમાં ડૂબી જવાના કારણે બે સગી બહેનોના મૃત્યુ થયા છે. આ ઘટના કોટામાં ભવાની મંડી પંચાયત સમિતિના માંડવી ગામની છે. સોમવારના રોજ બે બહેનો બપોરે 1.30 વાગ્યાની આસપાસ શાળાએથી આવી રહી હતી.

ઘરે પહોંચ્યા બાદ બપોરે બે વાગ્યાની આસપાસ બંને બહેનો બકરી ચરાવવા ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારે તળાવના કિનારે બકરી ચલાવતી વખતે નાની બહેન કૃષ્ણાનો અચાનક પગ લપસી ગયો. તેના કારણે કૃષ્ણા પાણીમાં ડુબા લાગી હતી. નાની બહેનને બચાવવા માટે મોટી બહેને રાધિકા પણ પાણીમાં કૂદે છે.

પરંતુ બંને બહેનો પાણીમાં ડૂબા લાગી હતી. પાણીમાં ડૂબી જવાના કારણે બંને બહેનના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ માંડવી ગામમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સોમવારના રોજ સાંજે 5:00 વાગી ગયા છતાં પણ બંને બહેનો ઘરે પરત ફરી નહીં. તેથી પરિવારના લોકોએ બંને બહેનોની શોધખોળ શરૂ કરી હતી.

શોધખોળ દરમિયાન પીપલાદ નદીના કિનારે બકરીઓ દેખાય હતી. ત્યાં એક બાજુમાં નાનું તળાવ છે. દીકરીઓ તળાવમાં ડૂબી ગઈ હશે તેવી આશંકાથી પરિવારના લોકોએ ગામના લોકોને તળાવ પાસે બોલાવ્યા હતા. આ ઘટના અંગે ગામના સરપંચે પોલીસને પણ જાણ કરી હતી.

ત્યારબાદ ગામના લોકોએ તળાવમાં ઉતરીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બંને દીકરીઓના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોપ્યા હતા. ત્યારબાદ એક સાથે બંને બહેનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

એક સાથે એક જ પરિવારની બે દીકરીઓના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી રાધિકાની ઉંમર 13 વર્ષની હતી અને મૃત્યુ પામેલી કૃષ્ણાની ઉંમર 11 વર્ષની હતી. બંને બહેનોના મૃત્યુના કારણે ચાર વર્ષનો ભાઈ એકલો પડી ગયો છે. જ્યારે ગામમાં એક સાથે બે દીકરીઓની અર્થી ઉઠી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બકરી ચરાવવા ગયેલી બે સગી બહેનોના તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ , બંનેના એકસાથે અંતિમ સંસ્કાર કરાયા – આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા"

Leave a comment

Your email address will not be published.


*