ઉતાવળ ભારે પડી ગઈ…! પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે પુલ ક્રોસ કરી રહેલા, બાઇક ચાલક કાકા સાથે બન્યું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 2:32 pm, Tue, 2 August 22

મિત્રો સમગ્ર દેશભરમાં થોડાક દિવસો પહેલા સારો એવો વરસાદી મોહલ જામ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને અનેક વિસ્તારોમાં પૂર જઈ પરિસ્થિતિ ઓ પણ સર્જાઈ હતી. નદીના પાણી રોડની ઉપરથી વહેતા થવા લાગ્યા હતા. ત્યારે ચોમાસાની ઋતુમાં તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ, જેમાં પાણીની સામે ઉતાવળ કરવી ઘણા લોકોને ભારે પડી જાતી હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાઈક સવારે કાકાને પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પુલ ક્રોસ કરવો ભારે પડી જાય છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અલીરાજપુર જિલ્લાના સોંડવા બ્લોકમાં આ ઘટના બની હતી.

અહીં સિલોટા-બિલઝીરી રોડ પર બનેલી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. જ્યાં એક બાઈક સવાર કાકા ઉતાવળ કરીને પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ ઘટનામાં કાકાને એક મોટો નુકસાન થયું છે. વાસ્તવમાં વરસાદનું પાણી પુલ ઉપરથી ખૂબ જ જોરદાર પ્રવાહમાં વહી રહ્યું હતું.

આ દરમિયાન બાઇક ચાલક કાકા અહીં પહોંચ્યા હતા. તેમને પાણીનો પ્રવાહ કેટલો છે તે જોયા વગર ઉતાવળમાં બાઈક પર સવાર થઈને પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. પાણીના જોરદાર પ્રવાહો છે તેઓ ફૂલની બીજી બાજુ પહોંચે તે પહેલા તો તેમનું સંતુલન ખોરવાઈ ગયું હતું.

આ દરમિયાન તેઓ તેમની બાઈક સાથે પાણીમાં તણાવવા લાગ્યા હતા. પરંતુ યોગ્ય સમયે તેઓએ બાઇકને મૂકી દીધી તેથી તેમનો જીવ બચી ગયો, પરંતુ તેમની બાઈક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો કોઈ પણ દિવસ આ રીતની ઉતાવળ ન કરવી જોઈએ કારણ કે આપણી એક નાનકડી એવી ઉતાવળ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉતાવળ ભારે પડી ગઈ…! પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે પુલ ક્રોસ કરી રહેલા, બાઇક ચાલક કાકા સાથે બન્યું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*