મહાદેવનો શૃંગાર પતાવીને માતા સાથે ઘરે જઈ રહેલા 7 બાળકને બસે લીધો અડફેટેમાં, માતાની નજર સામે દીકરાનું મૃત્યુ…

Published on: 3:44 pm, Tue, 2 August 22

હાલોલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. હાલોલ ના પાવાગઢ રોડ ઉપર એકટીવા અને બસ વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એકટીવા પર સવાર સાત વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. માસુમ બાળક પોતાની માતા સાથે મંદિરમાં શૃંગાર કરીને પરત ફરી રહ્યો હતો.

ત્યારે રસ્તામાં માસુમ બાળકને અકસ્માત નડ્યો હતો. હાલોલ ની પૂજા સોસાયટીમાં રહેતા મહાદેવ મોટર ટ્રેનિંગ સ્કૂલ ચલાવતા અને શારણેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી કલ્પેશભાઈ ગોસ્વામીનો સાત વર્ષનો દીકરો હર્ષલ ગોસ્વામી માતા સુનિતાબેનની સાથે મંદિર પર આવ્યો હતો.

સાંજની આરતી માટે મંદિરમાં શૃંગાર કરીને હર્ષલ પોતાની માતા સાથે એકટીવા પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે પાવાગઢ રોડ ઉપર આવેલી એમએમ હાઈસ્કૂલ નજીક તેમની એકટીવા અને એસટી બસ વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સાત વર્ષના હર્ષલનું મૃત્યુ નીપજ્યું હતું.

પિતા સાથે મંદિરનો શૃંગાર કરીને હર્ષલે ફોટા પડાવ્યા હતા. દીકરાના ફોટા કલ્પેશભાઈ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે સુનીતાબેન પોતાના દીકરા સાથે એકટીવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં હર્ષલના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

જેથી હર્ષલને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરે પાટા બાંધીને પ્રાથમિક સારવાર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પહેલા તો હર્ષલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સાત વર્ષના માસુમ દીકરા ના સમાચાર સાંભળીને મંદિર ખાતે સાંજની આરતી એની તૈયારી કરી રહેલા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા.

આ ઘટનાની માહિતી મળતા અન્ય પરિવારના લોકો પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. માસુમ દીકરા નું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ બસ ચાલકને અરાદ રોડ પાસે પકડી લેવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહાદેવનો શૃંગાર પતાવીને માતા સાથે ઘરે જઈ રહેલા 7 બાળકને બસે લીધો અડફેટેમાં, માતાની નજર સામે દીકરાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*