કોંગ્રેસ માટે ઝટકાજનક સમાચાર,પરેશ ધાનાણી છોડી શકે છે પાર્ટી…

82

ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ માટે દરરોજ નવા નવા કપરા ચઢાણ આવી રહ્યા છે. કોંગ્રેસને ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કારમી હાર બાદ વધુ એક ઝટકો મળી શકે છે. આજે ગાંધીનગર ખાતે નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પરેશ ધાનાણી સંકેતો આપ્યા છે કે તે કોંગ્રેસ માટે શુભ નથી માનવામાં આવી રહ્યા.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પદ છોડવાના સંકેતો આપ્યા છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે જો રઘુ શર્મા સરકારમાં રહી ને પદ છોડી શકે છે તો અમે કેમ નહીં.અમે એક કાર્યકર્તા છીએ.પ્રભારી રઘુ શર્માએ પ્રધાનપદ મૂકી સંગઠન પસંદ કર્યું છે.

અમે હવે પદ માટે નહીં પરંતુ પ્રતિષ્ઠા માટે લડીશું.ગાંધીનગરમાં કોંગ્રેસનાં નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં ધારાસભ્યોની મહત્વની બેઠક મળી. બેઠકના પ્રારંભે ધારાસભ્યોએ પ્રભારી રઘુ શર્મા નું સ્વાગત કર્યું. બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા,વીપક્ષના નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ અને નરેશ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!