ખેડૂતો માટે દુખદ સમાચાર, ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદને લઈને આવ્યા મહત્વના સમાચાર

171

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માથે માળખાનું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અને બીજા અઠવાડિયામાં એમ એક એક વખત વરસાદ પડે એવી શક્યતાઓ હવામાન વિભાગે જણાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં નવા વર્ષના પ્રથમ અઠવાડિયામાં એટલે કે ૨ થી ૫ જાન્યુઆરી દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદ પડે એવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાંથી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સુધી હશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં માવઠાની સામાન્ય અસર જોવા મળી શકે છે.બીજું માવઠું ૬ જાન્યુઆરી થી ૧૦ જાન્યુઆરી ની વચ્ચે નવું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભારતમાં ઘણા બધા રાજ્યમાં અસર જોવા મળી શકે છે અને તે ગુજરાત ઉપર આવશે તો ફરી ગુજરાતમાં એક મોટું માવઠું થઈ શકે છે.

હાલમાં તેની શક્યતા ખૂબ ઓછી જણાય રહી છે પરંતુ આગામી દિવસોમાં તેમની વધારે સચોટ માહિતી અમારી વેબસાઇટ ઉપરથી આપને મળી રહેશે. હાલમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી.

પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. આ માત્ર એંધાણ છે અને આગાહી મુજબ આગામી સમયમાં તેની અસર જોવા મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!