ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પોલીસ દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય.

194

ખેડૂત આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતોના પક્ષ અને સરકાર વિરોધી જુવાળ ઊભો થઈ રહ્યો છે. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોને ખુલ્લુ સમર્થન આપ્યા બાદ તેઓને ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તેને નજરકેદ કરવામાં આવ્યા છે.કૃષિ શંકરસિંહ વાઘેલાએ દિલ્હી કૂચનું એલાન કર્યું હતું.

શંકરસિંહ વાઘેલાને નજરકેદ કરવામાં આવ્યા છે અને તેમના નિવાસસ્થાને વસંત વગડો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને dysp સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તેઓએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકાર રાજહંથ માં અહકારી બની ગઈ છે.

અભિમાન કોઈનું ચાલ્યું નથી અને ચાલશે પણ નહીં હું કોઈપણ ભોગે દિલ્હી જઈશ.100 લોકો સાથે દિલ્હી જઈશ.પોલીસને જે કરવું હોય.

તે કરે અને શંકરસિંહ વાઘેલાના બંગલે ગઈકાલ રાતથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!