પાસ નેતા અલ્પેશ કંથારીયાએ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે

Published on: 3:44 pm, Sat, 26 December 20

પાસ નેતા અલ્પેશ કંથારીયા અને દિનેશ બાંભણિયા એ ખોડલધામના ચેરમેને નરેશ પટેલ સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી.મુલાકાત પછી નરેશ પટેલે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું જોકે અલ્પેશ કથીરિયાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી હતી.આ સમયે પાટીદાર આંદોલન સમય યુવકો પર થયેલા કેસ મુદ્દે વાત કરવામાં આવી હતી અને આગામી સમયમાં આવી રહેલી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેમણે મોટું નિવેદન આપ્યું હતું.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને હાર્દિક પટેલને લઈને અલ્પેશ કથેરિયા એ મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે હાર્દિક પટેલ અત્યારે સાથે નથી તેવી કોઈ વાત જ નથી, અમે બધા સાથે જ છીએ. અમે એક વરસથી નરેશભાઈ ને મળ્યા ન હતા તે માટે તેમની પાસેથી સમય માગ્યો હતો.

અને 20-25 મિનિટ ની ચર્ચા માટે મળ્યા હતા. રાજકીય પાર્ટી માં જોડાવા મુદ્દે અલ્પેશ જણાવ્યું કે, મને સામાજિક ઉત્થાન અને સામાજિક કાર્યક્રમો માં રસ છે જ્યારે સમાજને જરૂર હશે અને સમાજના વડીલો જે દિશામાં આદેશ કરશે.

એ તરફ અમે આગળ વધીશું. પાસ તરીકે અમારી ટીમ ચૂંટણીના માહોલમાં ઉતરશે ત્યારે નક્કી કરીશું કે કઈ રીતે મતદાન કરાવવા માટે લોકોને આગળ વધારવા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!