ચારધામની યાત્રા પર ગયેલા ગાંધીનગરના બિઝનેસમેનનું પત્નીની નજર સામે કરુણ મૃત્યુ, જાણો અચાનક જ બિઝનેસમેન સાથે શું થયું હશે…

Published on: 2:52 pm, Sat, 15 October 22

મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચારધામની યાત્રાએ ગયેલા ગાંધીનગરના બિઝનેશમેનનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં બિઝનેશમેનનું તેની પત્નીની નજર સામે મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ભાટ ગામના જૈમીન વસંતભાઈ દરજી તાજેતરમાં જ પોતાની પત્ની સાથે ચારધામની યાત્રાએ ગયા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે જૈમીનભાઈ વસંતભાઈ દરજી એક બિઝનેશમેન હતા. જૈમીનભાઈ ગંગોત્રી પહોંચ્યા ત્યારે અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા જૈમીનભાઈ સાળા ધીરજભાઈએ જણાવ્યું કે, ગંગોત્રી પહોંચ્યા બાદ તેઓએ દર્શન પણ કર્યા હતા પરંતુ અચાનક જ તેમની તબિયત લથડી ગઈ હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

આ ઘટના જૈમીનભાઈની પત્નીની નજર સામે બની હતી. આ ઘટના બની ત્યારે પરિવારના કોઈ સભ્યોની ત્યાં હાજરી ન હતી. આવી પરિસ્થિતિમાં કોઈ પણ કઠણ વ્યક્તિ માનસિક રીતે તૂટી પડે, પરંતુ જેમીનભાઇના પત્નીએ હિંમત હારી ન હતી. તેમને આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરી હતી.

સ્થાનિક લોકોને જૈમીનભાઇનું મૃતદેહ ગાંધીનગર લઈ જવાનું ભારે મુશ્કેલભર્યું હતું અને મૃતદેહ લઈ જવા માટે અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવાની સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરીને જૈમીનભાઈના અહીં જ અગ્નિસંસ્કાર કરવાની સલાહ આપી હતી. પરંતુ જૈમીનભાઇના પત્ની પતિના અગ્નિસંસ્કાર ગાંધીનગરમાં જ કરવાની મનમાં વિચારી લીધું હતું.

ત્યારબાદ જૈમીનભાઇના પત્નીએ એક દિવસમાં ગાંધીનગર લાવવાની અશક્ય ગણાતી પ્રક્રિયા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ કરી નાખી. મિત્રો તમને જણાવી દઈએ કે જૈમીનભાઇના મૃતદેહને ગાંધીનગર લાવવા માટે કોંગ્રેસના આગેવાન નીતિશ વ્યાસે ખૂબ જ મદદ કરી હતી. જૈમીનભાઇનું મૃતદેહ દેહરાદુર એરપોર્ટથી ગાંધીનગર પહોંચાડવામાં આવ્યું હતું

જૈમીનભાઇની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનામાં પત્નીની નજર સામે જ જૈમીનભાઇની તબિયત બગડી ગઈ હતી અને તેઓ ઢળીને જમીન પર નીચે પડ્યા હતા. ગાંધીનગર મૃતદેહ લાવીને પરિવારજનોની હાજરીમાં જૈમીનભાઇના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચારધામની યાત્રા પર ગયેલા ગાંધીનગરના બિઝનેસમેનનું પત્નીની નજર સામે કરુણ મૃત્યુ, જાણો અચાનક જ બિઝનેસમેન સાથે શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*