આ જગ્યાએ ઝૂંપડપટ્ટીના અને ગરીબ બાળકોના હાથે આ નાસ્તાની મોટી દુકાનનું ઉદ્ઘાટન, લોકોએ આ વ્યક્તિના ખૂબ જ વખાણ કર્યા…

Published on: 2:32 pm, Sat, 15 October 22

મિત્રો સોશિયલ મીડિયામાં તમે દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. તમે ઘણી એવી વાતો સાંભળી હશે જેમાં કેટલાક લોકો સમાજના કામ માટે હંમેશા આગળ રહેતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા છે જેઓ પોતાની દુકાન, શોરૂમ, હોટલને નામચીન બનાવવા માટે ઉદઘાટનમાં મોટા મોટા સેલિબ્રિટી અથવા તો મંત્રીઓને બોલાવતા હોય છે.

ત્યારે બોટાદના પ્રજાપતિ યુવાને આ બધાથી એક અલગ કામ કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વ્યક્તિએ પોતાની ક્રિષ્ના ફાસ્ટ ફૂડ નામની નવી દુકાનનું ઉદઘાટન કોઈ મોટા સેલિબ્રિટી કે મંત્રી પાસે નહીં પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને હાથે ઉદ્ઘાટન કરાવ્યું છે.

વિગતવાર વાત કરીએ તો, બોટાદ શહેરમાં રહેતા ભરતભાઈ પ્રજાતિ નામના વ્યક્તિએ એક ફાસ્ટફૂડની દુકાન ખોલવાનું નક્કી કર્યું હતું. જેથી તેમને ક્રિષ્ના ફાસ્ટફૂડ નામની દુકાન ખોલી. તેમણે આ દુકાનનું ઉદઘાટન ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોના હાથે કરાવ્યું.

મિત્રો સામાન્ય રીતે આપણે ઘણી વખત એવું જોયું હશે જ્યારે ગરીબ બાળકો ખાવાનું માગવા આવતા હોય છે. ત્યારે કેટલાક લોકો તેને દુકાન પાસેથી દૂર મોકલી દેતા હોય. પરંતુ ભરતભાઈ પ્રજાપતિએ ગરીબ બાળકો પાસે પોતાની દુકાન નું ઉદઘાટન કરાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દુકાનનું ઉદઘાટન થઈ ગયા બાદ ભરતભાઈ ગરીબ બાળકોને મન મૂકીને નાસ્તો કરાવ્યો હતો. ભરતભાઈના આ કાર્યથી લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ ભરતભાઈના આ કાર્યની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે અને ચારે બાજુ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. ભરતભાઈનું આ કાર્ય લોકો વચ્ચે પ્રેરણાદાયક સાબિત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ જગ્યાએ ઝૂંપડપટ્ટીના અને ગરીબ બાળકોના હાથે આ નાસ્તાની મોટી દુકાનનું ઉદ્ઘાટન, લોકોએ આ વ્યક્તિના ખૂબ જ વખાણ કર્યા…"

Leave a comment

Your email address will not be published.


*