સાસરિયામાં ગયેલા યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ, મૃતક યુવકના પિતાનું કહેવું છે કે, સાસરિયાઓએ મળીને…

Published on: 5:28 pm, Tue, 31 May 22

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં નાહવા જતાં પાણીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ યુવકના સસરા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટર યુવકને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ યુવકનો જીવ બચ્યો નહીં.

યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને યુવકના પિતાનો આરોપ છે કે, સાસરિયાઓ તેના દીકરાનો જીવ લઈ લીધો છે. પિતાનું કહેવું છે કે, દીકરાને તરતા આવડતું હતું, તેથી તે પાણીમાં ડૂબી શકે નહીં.

મળતી માહિતી અનુસાર સાસરીયા પક્ષ અને મૃતક યુવકના પરિવારજનો વચ્ચે વિવાદોના કારણે હજુ સુધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું નથી. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ ફરિયાદ નોંધાવીને જીવું લેવામાં આવ્યો છે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બંસવાડાના સદરમાં બની હતી. મળતી માહિતી અનુસાર 29 મેના રોજ રમેશ નામનો યુવક કોઈ કાર્યક્રમમાં પોતાના સાસરિયામાં હાજરી આપવા માટે ગયો હતો. મળતી માહિતી અનુસાર 30 મેના રોજ રમેશના સાળાનો રમેશના સંબંધી પર ગયો હતો.

તેને કહ્યું હતું કે રમેશની હાલત ખુબ ગંભીર છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં રમેશના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પરંતુ પરિવારના લોકોને ત્યાં રમેશ મૃત હાલતમાં મળ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારના લોકો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રમેશના પિતાનું કહેવું છે કે, પુત્રવધુ મીરા અને તેના દીકરા રમેશ વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. મૃતકના પિતાનું કહેવું છે કે સાસરિયાઓએ રમેશનો જીવ લીધો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!