મજબૂરીમાં માતાએ પોતાના 6 બાળકોને એક પછી એક કુવામાં ફેંકી દીધા, ત્યાર બાદ માતાએ કર્યું એવું કે – જાણીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે…

Published on: 5:07 pm, Tue, 31 May 22

મહારાષ્ટ્રમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. મળતી માહિતી અનુસાર અહીં એક માતાએ પોતાના 6 બાળકોને એક પછી એક કૂવામાં નાખી દીધા હતા. ત્યાર બાદ માતાએ કુવાની બહાર બેસીને પોતાના બાળકોને તડપતાં જોઈ રહી હતી.

આ ઘટનામાં 6 બાળકોના કરૂણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા બાળકોની માતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પારિવારિક વિવાદોના કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું.

આ ઘટના બન્યા બાદ ચારેબાજુ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના બોરવાડી ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે તમામ બાળકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર મૃતકોમાં 5 દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમ્યાન મહિલા પાસેથી જાણવા મળ્યું કે, સોમવારના રોજ સવારે મહિલાની તેના સસરાએ ખૂબ જ ધુલાઈ કરી હતી. આ ઘટના બન્યા બાદ મહિલા ભારે રોષે ભરાઇ હતી અને રાત્રે પોતાના બાળકોનો જીવ લેવા માટે આ પગલું ભર્યું હતું.

મળતી માહિતી અનુસાર આરોપી માતાનું નામ રૂના ચિખુરી છે અને તેની ઉંમર 30 વર્ષની છે. આ ઘટનામાં 10 વર્ષીય રોશની, 8 વર્ષીય કરિશ્મા, 6 વર્ષીય રેશ્મા, 5 વર્ષીય વિધા, 3 વર્ષીય શિવરાજ અને 3 વર્ષીય રાધાનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર માતાએ પોતાના બાળકોને તડપતા જોવા માટે કુવાની બહાર બેઠી હતી.

તમામ બાળકોના મૃત્યુ થયા બાદ માતાએ કુવામાં કુદીને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક લોકોએ મહિલાની બચાવી લીધી હતી. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!