ગોંડલમાં બીમારીના કારણે પિતાનું કરુણ મૃત્યુ, બંને લાડલી દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા – આ દ્રશ્ય જોઈને તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા…

Published on: 11:37 am, Sun, 5 June 22

ગોંડલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ કિસ્સો દુઃખદાયક  છે. પરંતુ આ કિસ્સો સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. ગોંડલમાં બીમારીના કારણે એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા પરિવારમાં અને આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર 39 વર્ષીય હિરેનભાઈ પુરોહિતનું કરૂણ મૃત્યુ બીમારીના કારણે થયું હતું. હિરેનભાઈ ગોંડલના કોટડાસાગાણી રોડ પર આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ એક પ્રાઈવેટ ઓફિસોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

હિરેનભાઈ રોયલ પાર્ક સોસાયટીમાં પોતાની બે દીકરીઓ અને તેમની પત્ની સાથે રહેતા હતા. હિરેન ભાઈને એક 8 વર્ષની અને એક 7 વર્ષની દીકરી છે. જેમનું નામ ઈશા અને હિતાથી હતું. મળતી માહિતી અનુસાર લગભગ 15 દિવસ પહેલા હિરેનભાઈ બીમાર પડ્યા હતા.

ત્યારબાદ તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં હિરેનભાઈને કમળાની બીમારી સામે આવી હતી. તેથી હિરેનભાઈ ની સારવાર રાજકોટમાં ચાલી રહી હતી. બીમારી વધી જવાના કારણે એક ભાઈને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં તેમની તબિયત વધારે બગડી ગઈ હતી અને આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. હિરેનભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બે નાનકડી દીકરીઓએ પિતાની છત્રછાયા હંમેશા માટે ગુમાવી દીધી હતી.

હિરેનભાઈની અંતિમ યાત્રા વખતે તેમની બંને દીકરીઓ અંતિમયાત્રામાં આગળ માટલી ઉપાડીને ચાલી રહી હતી. આ બંને માસૂમ દીકરીઓના ચહેરા જોઈને ત્યાં હાજર તમામ લોકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા. ત્યારબાદ બંને દીકરીઓએ પિતાના મૃતદેહને મુખાગ્નિ આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોંડલમાં બીમારીના કારણે પિતાનું કરુણ મૃત્યુ, બંને લાડલી દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા – આ દ્રશ્ય જોઈને તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*