કુતરુ કરડતા 14 વર્ષના માસુમ બાળકનું કરુણ મોત… દીકરાએ પિતાના ખોળામાં તડપી તડપીને અંતિમ શ્વાસ લીધા…

Published on: 6:41 pm, Wed, 6 September 23

હાલમાં જ ગાઝિયાબાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જોઈને લોકોનું હૃદય દ્રવી ઉઠશે. ગાઝિયાબાદમાં એક 14 વર્ષના બાળકનું કુતરાના કરડવાથી મૃત્યુ થયું હતું. એઈમ્સથી લઈને તમામ મોટી હોસ્પિટલોએ કહ્યું કે તેની સારવાર શક્ય નથી. બુલંદશહરમાં ડોક્ટરને ત્યાં બતાવીને પાછા ફરતી વખતે એમ્બ્યુલન્સમાં જ પિતાના ખોળામાં બાળકનું મોત થયું હતું.

પીડિત પરિવારની માંગ છે કે કૂતરાને પાળનાર મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર મામલો વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, યાકુબ નો પરિવાર અહીં ચરણસિંહ કોલોની માં રહે છે. યાકુબ સખત મહેનત કરીને પોતાના પરિવારનો ઉછેર કરે છે, શાહવેઝ આઠમા ધોરણમાં ભણતો હતો.

ચાર દિવસ પહેલા એક સપ્ટેમ્બર ના રોજ તેના 14 વર્ષના પુત્રને વિચિત્ર તકલીફો થવા લાગી. તે પાણી જોઈને ડરી ગયો ખાવા પીવાનું બંધ કરી દીધું અને ક્યારેક ભસવા જેવા અવાજો પણ આવવા લાગ્યા. જ્યારે પરિવારે કેટલાક ડોક્ટરોની સલાહ લીધી તો જાણવા મળ્યું કે તેને થોડા સમય પહેલા કૂતરું કરડ્યું હશે, જેનું ઇન્ફેક્શન હવે વધુ ફેલાઈ ગયું છે.

બાળકના દાદા મતલૂબ અહેમદે કહ્યું, જ્યારે અમે પૌત્રને પૂછ્યું તો તેણે કહ્યું કે લગભગ દોઢ મહિના પહેલા પાડોશમાં રહેતી આંટીનુ કૂતરું તેને કરડયું હતું. બીક ના કારણે તેણે આ વાત ઘરે જણાવી ન હતી જેના કારણે બાળકને તત્કાલ યોગ્ય સારવાર આપી શકાય નહીં. અમને ત્યારે ખબર પડી જ્યારે બાળકમાં લક્ષણો દેખાવા લાગ્યા.

તેમના દાદા નું કહેવું છે કે ત્રણ દિવસ સુધી અમે જીટીપી દિલ્હી, એઈમ્સ દિલ્હી સહિત મેરઠ ગાઝિયાબાદ ની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં ફરતા રહ્યા. કોઈપણ હોસ્પિટલે અમારા પુત્રને દાખલ ન કર્યો અને તેની સારવાર શક્ય નથી તેવું જણાવી દીધું. કોઈએ અમને કહ્યું કે બુલંદશહરમાં એક ડોક્ટર તેની દેશી દવાઓ સાથે સારવાર કરી શકે છે. સોમવારે રાત્રે 8:00 વાગ્યે અમારા પૌત્રને તે ડોક્ટર પાસે લઈ જઈને એમ્બ્યુલન્સમાં ગાઝિયાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ પુત્રનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કુતરુ કરડતા 14 વર્ષના માસુમ બાળકનું કરુણ મોત… દીકરાએ પિતાના ખોળામાં તડપી તડપીને અંતિમ શ્વાસ લીધા…"

Leave a comment

Your email address will not be published.


*