ગુજરાત રાજ્યની આ માર્કેટયાર્ડમાં ટામેટાના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો વિગતે

Published on: 6:42 pm, Tue, 29 September 20

ગુજરાત રાજ્યની રાજકોટ માર્કેટયાર્ડ ખાતે આજરોજ ટમેટા થી છલકાય ગયું હતું. શાકભાજીમાં સૌથી વધુ 1425 ક્વિન્ટલ આવક ટમેટાની થઈ હતી જેની સામે પ્રતિ 20 કિલોના ભાવ ₹400 થી 600 રહો હતો. મૂંગા થયેલા ટામેટાના ભાવમાં ત્રણ દિવસમાં ત્રણ ગણો મોટો ઘટાડો થયો છેઅને પ્રતિ કિલો ભાવ ₹60 થી ઘટાડીને ₹20 થઈ ગયો છે.

રાજકોટ શહેરની જુના માર્કેટ યાર્ડ સ્થિત શાકભાજી વિભાગ ના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, ચોમાસાની પૂર્ણતાને આરે છે ત્યારે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે. આ પરિસ્થિતિના કારણે તમે ટામેટામાં આંતરરાજ્ય તેમજ સ્થાનિક આવકો પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.

રાજકોટ,લોધિકા,પડધરી તાલુકાના 180 ગામોમાં થી સ્થાનિક ટમેટાની આવક ઉપરાંત આંતરરાજ્ય આવકોમાં બેંગ્લોર, નાસિક પરદેશી ટમેટાની આવકો થઈ રહી છે જેના લીધે હવે ભાવમાં ઝડપી ઘટાડો થવા લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!