ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રધાનમંત્રી મોદી ને આપવા માંગે છે આ દિવાળી ભેટ

Published on: 6:23 pm, Tue, 29 September 20

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દાવો કર્યો છે કે ત્રીજી નવેમ્બરે રાજ્યમાં યોજનારી હાથે વિધાનસભાની બેઠક ભાજપ જીતશે અને આ વિજય પક્ષ માટે દિવાળીની ભેટ ધરીશું. ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણી પહેલા ભાજપે તમામ બેઠકો પર સર્વે હાથ ધર્યો હતો.ભારતીય જનતા પાર્ટીના આંતરિક સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવતા ભાજપ ની ઊંઘ હરામ થઇ ગઇ છે.ઉલ્લેખનીય છે કે ભાજપે જ કરાવેલા સર્વે મુજબ હાલની પરિસ્થિતિમાં કુલ આઠ પૈકી ચાર બેઠકો પર ભાજપની હાર થઈ શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીમડી,મોરબી,ધારી, અને કરજણ બેઠક પર ભાજપ હારી શકે છે.ઉલ્લેખનીય છે કે, સી આર પાટીલ ચૂંટણીની તારીખ જાહેર થઇ ગયા બાદ કહ્યું હતું કે કોંગ્રેસના વિધાનસભ્ય તેમનાથી નારાજ હોવાના લીધે તેમનો પક્ષ છોડી રહ્યા છે. તેની સામે ભાજપ આ બેઠક ખાલી પડી ત્યારથી તેને જીતવા માટે તૈયારી કરી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે પેટા ચૂંટણી જે બેઠક પર યોજવાની છે તે આઠેય બેઠક કોંગ્રેસની છે. બીજી તરફ હાર્દિક પટેલનો દાવો છે.

આજે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તે બધી કોંગ્રેસની જ છે. કોંગ્રેસે તે જાળવવા માટે મહેનત કરવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!