ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલી માટે મહત્વપૂર્ણ સમાચાર, આ 10 પ્રકારની ફી ભૂલથી પણ ન ભરતા, હાઈકોર્ટનો છે આ ચુકાદો

Published on: 5:46 pm, Tue, 29 September 20

રાજ્યમાં પ્રાઇવેટ શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની બીજી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ટ્યુશનથી યોજવાની છે કેમકે ટ્યુશનથી સિવાય અન્ય દસ પ્રકારની ઈતર ફ્રી ગુજરાત હાઇકોર્ટના આદેશથી માફ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વાલી હોય છે 10 પ્રકારની ફી નથી ભરવાની તેમાં સત્ર ફી, મંથલી એક્ઝામ ફી, લાયબ્રેરી ફી અને ડિપોઝિટ, લેબોરેટરી ફી અને ડિપોઝિટ, જીમખાના અને સ્પોર્ટ્સ, કોમ્પ્યુટર ફી, એડમિશન ફી, એક્ઝામિનેશન ફી તથા યોગા અને ફિઝિકલ એજ્યુકેશન ફીનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે આજે એટલે કે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ ને વિજય રૂપાણી સાથે બેઠક યોજાઇ હતી જેમાં માત્ર ને માત્ર ટ્યુશન મુદ્દે ચર્ચા થઈ હતી. ટ્યુશન ફી માં માફીની માંગ ઉપર ઓલ ગુજરાત વાલીમંડળ મક્કમ છે.

વાલી મંડળ સાથે મુખ્યમંત્રી ની બીજી બેઠક આજરોજ બપોરે 12 વાગ્યે ગાંધીનગર યોજાઇ હતી. વાલી મંડળના પ્રતિનિધિઓની શિક્ષણ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક થવાની છે.

ત્યારે પણ વાલી મંડળે 50 ટકાથી ઓછી ફી માફ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!