સમાચાર

સુરતમાં કોરોના મહામારી નું મોટું સ્વરૂપ જોતાં તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય,લાગુ કરાય 144 મી કલમ

સમગ્ર સુરત શહેરમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી સામે લડવા માટે તંત્ર પણ કાબુ મેળવવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો સરકારી ગાઈડ લાઇન નું પાલન નથી કરી રહ્યા. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કોરોના મહામારી ના સંક્રમણ ને અટકાવવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો હતો કે જેમાં કહેવામાં આવ્યું છે કે સુરતમાં ચાર કરતાં વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સર્કસ કાઢવા કે એકઠા થવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોના મહામારી ની વર્તમાન પરિસ્થિતિને જોતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોરોનાવાયરસ ના સંક્રમણ ને ધ્યાન માં લઇ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.કોઈપણ જાતની પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે વધારે ચાર લોકો ભેગા થવા પર અથવા સભા બોલાવી નહિ.

જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ દ્વારા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આપણે જણાવી દઈએ કે, સુરત શહેરમાં દરરોજના 200 થી પણ વધારે કેસ આવી રહ્યાં છે. આજે પણ સુરત માર્કેટ યાર્ડમાં લોકો ટોળા સાથે ઉમટયા હતા.

શાક માર્કેટમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તથા માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ અભાવ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *