આજે ભાજપ સરકાર સામે આખા માલધારી સમાજમાં ઉગ્ર રોષ છે : ઈશુદાન ગઢવી

Published on: 5:49 pm, Mon, 29 August 22

ઈશુદાન ગઢવીઆમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ્ર સેકટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે ભાજપ સરકારે માલધારી અને પશુ વિરોધનો જે કાયદો છે એનો દુરુપયોગ કરવાનું ચાલુ કર્યું છે પહેલા તો કાયદો લાવી અને અત્યારે કાયદાને રાખી મૂક્યો છે પરંતુ ભાજપ સરકાર એટલી હોશિયારી છે કે તેમને હાઇકોર્ટ દ્વારા કહેવડાવ્યું કે રખડતા ઢોરોનું કંઈક કરો.

રખડતા ઢોરો ને પકડવાની જગ્યાએ માલધારીઓના જે તબેલાઓને વાડાઓ છે ત્યાંથી ગાય માતાઓને પકડવાનું શરૂ કર્યું અને માલધારીઓ વિરોધ કરે તો એમના પર લાઠીચાર્જ કરવાનું પણ શરૂ કર્યું અને ફરિયાદો કરવામાં આવે છે અને માલધારી સમાજની માતા બહેનો ઉપર પણ ફરિયાદો કરવામાં આવે છે ભાજપ સરકારે માલધારી સમાજ વિરુદ્ધ ષડયંત્ર શરૂ કર્યું છે તેઓ આક્ષેપ ઈશુદાન ગઢવીએ કર્યો હતો.

તેઓ વધારેમાં આક્ષેપકર્તા જણાવ્યું કે ભાજપને માલધારી સમાજની જે જમીન હતી તે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી અથવા તો ભાજપના નેતાઓએ તેના પર કબજો કરી લીધો છે. ગાયો માટે આ જગ્યા ખાલી કરવાની જગ્યાએ ભાજપ સરકારે માલધારી સમાજના તબેલાઓ અને વાડાઓની ગાયોને પકડીને માતા બહેનો પર ખોટી ફરિયાદો કરી છે અને આનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને સમાજની પાર્ટી પણ ભાજપના આ કૃત્યના શબ્દનો વિરોધ કરે છે.

ઈશુદાન ગઢવીએ વધારે માં જણાવ્યું કે હું આમાંથી પાટીદાર થી માલધારી સમાજને વચન આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભાજપના નેતાઓ દ્વારા જે જમીન કબજે કરી લેવામાં આવી છે તેને છોડાવવામાં આવશે અને ગાય માતા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. આના સિવાય હું એ પણ વચન આપું છું કે માલધારી સમાજના લોકો ઝું પડામાં રહે છે તેમના માટે ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આજે ભાજપ સરકાર સામે આખા માલધારી સમાજમાં ઉગ્ર રોષ છે : ઈશુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*