આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઈ રહ્યું છે અને દિવસેને દિવસે ચૂંટણીલક્ષી કાર્યો માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે : મનોજ સોરઠીયા

Published on: 5:45 pm, Mon, 29 August 22

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઈ રહ્યું છે અને દિવસેને દિવસે ચૂંટણી લક્ષી કાર્યો માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે. મનોજ સોરઠીયા એ વધુમાં જણાવ્યું કે એને અનુસંધાનમાં આજે અમે 2100 જેટલા સાથીઓ સાથે અલગ અલગ જવાબદારીઓ માટે નિયુક્તિ આપી છે. જો નવા મહત્વના સાથીઓ હમણાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને અલગ અલગ તપાકાનું પ્રતિનિધિત્વ કરતા સાથીઓ પણ આ આ નવા માળખામાં જવાબદારીઓ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી સાથે હમણાં જ દક્ષિણ બજરંગી જે NTDNT કમ્યુનિટી માંથી આવ્યા છે અને તેમના અધિકારો માટે લડતા આવ્યા છે એવા દક્ષિણભાઈ ને આમ આદમી પાર્ટીના NTDNT રીંગના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. સાથે અરવિંદભાઈ ગામથી જે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ મોટા સહકારી આગેવાન છે, સુમુલ ડેરી સાથે એમણે ખૂબ જ સેવાઓ આપી છે. મનોજ સોરઠીયાએ વધુમાં અરવિંદભાઈ ગામતી ની વાત કરતા જણાવ્યું કે, અરવિંદભાઈ ગામ તેને આમ આદમી પાર્ટીના કોપરેટીવ વિજ્ઞાન પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. તેની સાથે અમારા સાથી ભાવેશ પટેલને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના જે પણ કાર્યક્રમો થવાના છે તેના માટે તેમણે ઇવેન્ટ ઇન્ચાર્જની જવાબદારી આપવામાં આવી છે.

ત્યારે વધુમાં મનોજ સોરઠીયા એ વાત કરતા જણાવ્યું કે, ધારશીભાઈ બેરટીયા અને જે ખૂબ જ પ્રખ્યાત કોમેડિયન છે, ધારશીભાઈ બેરટીયા ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જમાં સમગ્ર દેશમાં ખૂબ જ પ્રખ્યાત થયા હતા. એવા ધારશીભાઈ ને આમ આદમી પાર્ટીના સંગઠનના સહમંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરામાં સામાજિક કાર્યકર અને ખૂબ જ નામ મેલવેલ યુવા સાથી સ્વેજલ વ્યાસને વડોદરા શહેરની અંદર યુથ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે.

આ ઉપરાંત તેમને સોશિયલ મીડિયા સંગઠનની જવાબદારી પણ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના સ્ટેટ ઇન્ચાર્જ તરીકે અમારા જુના સાથી સફિન હસનને અને જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યેશભાઈ હિરપરા અને સ્ટેટના સોશિયલ મીડિયા કોડીનેટર તરીકે જવાબદારી આપવામાં આવી છે. વધુમાં મન જ સોરઠીયા એ જણાવ્યું કે અનિલભાઈ પટેલને કો ઇન્ચાર્જ તરીકે જવાબદારી આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઈ રહ્યું છે અને દિવસેને દિવસે ચૂંટણીલક્ષી કાર્યો માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે : મનોજ સોરઠીયા"

Leave a comment

Your email address will not be published.


*