વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને, આ વ્યક્તિએ કપાસમાં છાંટવાની દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું… મળતા પહેલા સુસાઈડ નોટમાં એવું લખ્યું કે…

Published on: 6:46 pm, Sat, 13 May 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે વડોદરામાં(Vadodara) એક વ્યક્તિએ એક અઠવાડિયા પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ વ્યક્તિએ આ પગલું ભરતા પહેલા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ચેતન વાળંદ હતું અને તેઓ શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ગોત્રી પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતાનું મોત થતાં જ દીકરાએ વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા આપવામાં આવે તેવી માંગણી કરી છે.

વિગતવાર વાત કરીએ તો એક અઠવાડિયા પહેલા વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર એક સોસાયટીમાં રહેતા ચેતનભાઇ વાણંદ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પગલું ભરતા પહેલા ચેતનભાઇએ એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમને વ્યાજખોર સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડ મુડી કરતા વધુ વ્યાજ ચૂકવી દીધું છતાં પણ મરવા માટે મજબૂર કરવાની વાત કરી હતી.

મળતી માહિતી અનુસાર ચેતનભાઇ ઝેરી દવા પીધા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગોત્રીની હોસ્પિટલમાં છ દિવસની સારવાર બાદ ચેતનભાઇનું મોત થયું હતું. ચેતનભાઇનું મોત થતા જ પરિવારના લોકોને હૈયાફાટ રૂદાને કર્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને ચેતનભાઇના દીકરા વિશાલે જણાવ્યું કે, 2018માં મારા પિતા ચેતનભાઇ સાજન ભરવાડ પાસેથી 3.90 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને 10% વ્યાજ સાથે મારા પિતાએ તે રૂપિયા પરત પણ કરી દીધા હતા. છતાં પણ મારા પપ્પાને તે લોકો દબાણ કરીને હેરાન કરતા હતા. લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર ફોન આવે છે કે, તમે આવી જાઓ, તમે નહીં આવો તો ગુનો દાખલ થશે.

તમારે એટલા રૂપિયા બાકી છે. આ રીતના અવારનવાર ધમકીઓના ફોન આવતા હતા. મળતી માહિતી અનુસાર ચેતનભાઇ કપાસમાં છાંટવાની દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં છ દિવસની સારવાર બાદ ચેતનભાઇ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને, આ વ્યક્તિએ કપાસમાં છાંટવાની દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું… મળતા પહેલા સુસાઈડ નોટમાં એવું લખ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*