સલામ છે આ ભાભાને..! પોરબંદરના આ દાદા કોઈ પણ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર છેલ્લા 40 વર્ષથી, લોકોના હાથ પગ અને પેટના દુખાવા દૂર કરે છે…

Published on: 7:15 pm, Sat, 13 May 23

આજના આધુનિક જમાનામાં લોકો પૈસાની પાછળ દોડી રહ્યા છે અને લોકોની ભાગ દોડ વાળી જિંદગીમાં એકબીજાને બોલાવવાનો પણ સમય રહેતો નથી. આવી પરિસ્થિતિની વચ્ચે બીજા લોકોની મદદ કરવી કે તે વાત તો બાજુમાં પડી રહે, આજે અમે તમને જણાવી દઈએ કે હજુ પણ આપણા સમાજ અને દુનિયાની અંદર એવા ઘણા લોકો છે જેવો મદદની ભાવના રાખે છે.

ખાસ કરીને ગામડાના લોકો હજુ પણ માયાળુ છે અને લોકોની નિસ્વાર્થ ભાવે ખૂબ જ સારી મદદ કરે છે. આજે અમે તમને એક ગામડાના દાદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે અને તમે કહેશો કે હજુ પણ સમાજ અને દુનિયાની અંદર માનવતા મરી પડી નથી. ગામડામાં રહેતા હતા છેલ્લા 40 વર્ષથી નિસ્વાર્થ ભાવે મદદ કરી રહ્યા છે અને આસપાસના ગામના લોકો આ દાદા ને ચના બાપા તરીકે ઓળખે છે.

ચના દાદા છેલ્લા 40 વર્ષથી લોકોની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર વિના મૂલ્યે હાથ અને પગના તેમજ પેટના દુખાવા દૂર કરે છે. ઘણા લોકો તેમની સારવાર લઈને શાંતિ અનુભવે છે, દૂર દૂરથી લોકો આ દાદાની પાસેથી સારવાર લેવા માટે આવતા હોય છે. આ દાદા નીસ્વાર્થ ભાવે છેલ્લા 40 વર્ષથી લોકોની મદદ કરે છે,

તેમજ હાથ અને પગ ના દુખાવા દૂર કરે છે. એવું કહેવાય રહ્યું છે કે આ દાદા આ કાર્ય કરી રહ્યા છે તે કોઈ જાદુ નથી. પરંતુ તેમની પાસે એક એવી કોઠા સૂઝ છે કે તેમને દરેક વિશે જાણકારી મળી જાય છે અને વ્યક્તિને કઈ જગ્યા ઉપર તકલીફ છે અને તે સરખી કરી બતાવે છે. આ દાદા છેલ્લા 40 વર્ષથી સમાજની અંદર માનવતા મહેકાવી રહ્યા છે.

વાત આટલેથી અટકતી નથી પરંતુ જ્યારે કોઈપણ વ્યક્તિ તેમની પાસે સારવાર લેવા માટે આવે છે ત્યારે તે વ્યક્તિને કઈ તકલીફ છે અને શું થાય છે તે વિશે જાણકારી આપે છે. સારવાર કરીને તેની કોઠા સૂઝ વાપરીને હાથ અને પગ તેમજ પેટનો દુખાવો દૂર કરે છે. ચના બાપા પોતાનું કામકાજ પડતું મૂકીને લોકોની સેવા કરે છે તે પણ વિનામૂલ્ય.

લોકોની સેવા કરવા માટે ચના બાપા ખડે પગે ઊભા રહે છે. તેમજ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે પોતાના ઘરે સારવાર લેવા માટે આવેલા લોકોને આ દાદા સેવા આપે છે. ખરેખર આ દાદા જેવા માનવતા દાખવનાર વ્યક્તિની આજના સમયમાં જરૂર છે જેવો નાનાથી લઈને મોટા લોકોને મદદ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સલામ છે આ ભાભાને..! પોરબંદરના આ દાદા કોઈ પણ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર છેલ્લા 40 વર્ષથી, લોકોના હાથ પગ અને પેટના દુખાવા દૂર કરે છે…"

Leave a comment

Your email address will not be published.


*