આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ નેતાએ કર્યો પક્ષપલટો,રાજ્યના રાજકારણ મા મોટો ગરમાવો

Published on: 11:09 am, Sat, 11 December 21

આમ આદમીના પૂર્વ ધારાસભ્ય જૈતુ બલદેવ સિંહ શુક્રવારે માણસામાં કોંગ્રેસમાં જોડાયા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ તેમનું પાર્ટી માં સ્વાગત કર્યું છે. પંજાબના માણસામાં મુખ્યમંત્રી ચરણજીત ચન્ની એ ચૂંટણી બેઠકમાં તેમને પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ લીધું છે.

તેમની સાથે શિરોમણી અકાલી દળના માખણ સિંહ લાલકા પણ તેમની સાથે એક જ મંચ પર પાર્ટીમાં સામેલ થયા છે.બળદેવસિંહ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. પંજાબમાં તેમને પાર્ટીના વડા ભગવત માન અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ને

લખેલા તેમણે પત્રમાં અંગત કારણોસર પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને તેમને બીજી વાર આમ આદમી પાર્ટી છોડી દીધી છે. બળદેવસિંહ આ વર્ષે ઓક્ટોમ્બરમાં સ્પીકર એ પક્ષ પલટા વિરોધી અધિનિયમ હેઠળ વિધાનસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા

અને તેમને બેઠક ખાલી કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી.બલદેવ સિંહ અને આમ આદમી પાર્ટીના અન્ય કેટલાક ધારાસભ્યોએ જુલાઈ 2018 માં સુખપાલસિંહ વિપક્ષના નેતા પદ પરથી હટાવ્યા બાદ પાર્ટી નેતૃત્વ સાથે બળવો કર્યો હતો.

ત્યારબાદ તેઓ દ્વારા રચવામાં આવેલી પંજાબ એકતા પાર્ટીમાં જોડાયા અને 2019 ની લોકસભા ચૂંટણીમાં ફરીદકોટ થી ચૂંટણી લડ્યા પણ હારી ગયા. બાદમાં તેમને ઓક્ટોમ્બરમાં 2019 માં ફરી પાર્ટી માં પાછા ફર્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!