દ્વારકા-ખંભાળિયા હાઇવે પર બે કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાસ્થળે 4 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 11:11 am, Sat, 11 December 21

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-ખંભાળીયા હાઇવે પર એક અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો અમદાવાદના રહેવાસી હતા તેવું જાણવા મળ્યું છે.

અમદાવાદ નો પરિવાર દ્વારકા થી દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે ચરકલા નજીક એક અન્ય કાર સાથે તેમની ટક્કર થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર અમદાવાદનું રાજપૂત પરિવાર દ્વારકા દર્શન કરવા માટે આવ્યું હતું. તેઓ દ્વારકા દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે દ્વારકા થી ત્રણ કિલોમીટર દૂર ચરકલા પાસે અન્ય એક કાર સાથે તેમની કારની ટક્કર થઈ હતી.

બંને કાર વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત થાય કે એક કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ભૂમિ બેન, પૂજાબેન, મધુબેન અને રોનક ભાઈને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે કારમાં સવાર રુદ્ર નામના 12 વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં રોનક ભાઈ વિજય ભાઈ રાજપુત ઉંમર 32 વર્ષ, મધુબેન વિજય ભાઈ રાજપુત ઉંમર 55 વર્ષ, પૂજા રોનક ભાઈ રાજપુત ઉંમર 30 વર્ષ અને ભૂમિ જયેશભાઈ ચૌધરી ઉંમર 36 વર્ષ દેવાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારે 12 વર્ષીય રુદ્ર જયેશભાઈ ચૌધરી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!