પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતના ત્રણ દિવસ બાદ પ્રદેશ ભાજપે કરી મોટી જાહેરાત, જાણો વિગતવાર

Published on: 10:02 am, Sat, 14 November 20

પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત ના ત્રીજા દિવસે ગુજરાત ભાજપ એક મોટી જાહેરાત કરી છે.ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારી ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ ને યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે સ પ્રભારી તરીકે સુધીર ગુપ્તાએ નિયુક્તિ કરવામાં આવી છે.નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે આઠમાંથી આઠ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો.

સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ નું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સી.આર.પાટીલ દ્વારા 300 થી વધુ કોરોના વોરિયર્સ સન્માનપત્ર અને મીઠાઈ આપવામાં આવી હતી.ભાજપ પ્રદેશ પ્રમુખ કોરોના વોરિયર્સ નું સન્માન કરતા સુરત સિવિલ ખાતે પહોંચ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!