ગુજરાત રાજ્યમાં દિવાળી પહેલા કોરોના બેકાબુ,કેસો ના આંકડાઓ ચોંકાવનારા

Published on: 9:11 pm, Fri, 13 November 20

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી ની સ્થિતિ ચિંતજનક સ્તરે પહોંચી ગઈ છે.છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઇરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.દિવાળી નો તહેવાર નજીક આવતા રાજ્યના લોકો ખરીદી કરવા બજારમાં ઊભરાય છે અને તેમ તેમ રાજ્યમાં કોરોના ના કેસનો રાફડો ફાટી રહો છે. આજ રોજ છેલ્લા 24 કલાકના કેસ નો આંકડો 1152 નોંધાયો હતો.હાલમાં ગુજરાત રાજ્યમાં ફૂલ સક્રમિતો ની સંખ્યા 1,86,116 પહોંચ્યો છે.

ગુજરાત રાજ્યમાં વધુ 6 દર્દીઓની સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે જેથી કોરોના ફૂલ મૃત્યુ આક 3791 એ પહોંચ્યો છે જયારે 1078 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોના ને મહાત આપી છે.ગુજરાત માટે સોથી મોટી ખુશી ની વાત એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!