કૃષિ કાયદાનો વિરોધ કરતા ગુજરાત રાજ્યના ખેડૂતોને મનાવવા ભાજપ દ્વારા કરવામાં આવશે આ કાર્ય, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાશે

Published on: 10:06 am, Thu, 17 December 20

ભારતમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન આગની જ્વાળાઓ ધીરે ધીરે ગુજરાતને પણ દઝાડી રહી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 15 દિવસમાં દસ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.ભારતના ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે રાજ્યમાં ભાજપ દ્વારા ખેડૂતોને રીઝવવા જનજાગરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

આ સાથે આગામી 17,18,19 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવશે. રાજ્યમાં આગામી 10 અલગ અલગ જગ્યાઓ પર કિસાન સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ સંબોધન કરશે.કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન નો આજ રોજ 22 મો દિવસ છે.

ગુજરાતમાંથી દસ હજાર જેટલા ખેડૂતો દિલ્હી પહોંચવાની તૈયારીમાં છે અને 15 દિવસમાં દસ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં ખડૂતો તબક્કાવાર દિલ્હી પહોંચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા દિલ્હી બોર્ડર પર પણ એક બેઠક મળી હતી.

રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખુશી કાયદાને લઈને ગઈકાલે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં કૃષિ કાયદાને લઈને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને વિપક્ષ હલકી કક્ષાનું રાજકારણ કરી રહી છે તેવું પણ કહ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કૃષિ કાયદાનો વિરોધ કરતા ગુજરાત રાજ્યના ખેડૂતોને મનાવવા ભાજપ દ્વારા કરવામાં આવશે આ કાર્ય, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાશે"

Leave a comment

Your email address will not be published.


*