આ જિલ્લાઓના ખેડૂતો માટે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ લીધો પાણીદાર નિર્ણય જિલ્લાના ખેડૂતો થઈ ગયા ખુશમ-ખુશ.

1031

મહેસાણા પાટણ જિલ્લાના ગામોમાંથી પસાર થતી ચોમાસુ આધારીત રૂપેણ તેમજ પુષ્પાવતી નદીના નર્મદાનાં નીર આપવાની મંજૂરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી દીધી છે.ઉપરોક્ત બંને જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને જીવતદાન મળી રહે તે હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભુપેન્દ્ર તેમજ પુષ્પાવતી નદી માં આગામી માર્ચ મહિનાના અંત સુધી પાણી છોડવામાં આવનાર છે. મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના 70 શહીદ પાટણ જિલ્લાના અનેક ગામોમાંથી પસાર થતી.

રૂપેણ તેમજ પુષ્પાવતી નદી પસાર થાય છે.જોકે આ નદીઓ વરસાદી પાણી આધારિત હોય સિંચાઈ માટે બિન ઉપયોગી સાબિત થાય છે.રવી સીઝનમાં ઉપયોગ નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તો લાખો એકર જમીનમાં ખેડૂતોના પાકને જીવતદાન મળી શકે છે તેવી રજુઆતો સરકારમાં કરવામાં આવી હતી.

આ મામલે સરકારે મહેસાણા અને પાટણ જીલ્લાના ખેડુતો તેમ જ પશુપાલકો ના હિતમાં ગંભીરતાથી વિચારણા કરી સકારાત્મક નિર્ણય લીધો હતો.નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ પુષ્પાવતી નદી માં સિંચાઇના હેતુ માટે નર્મદાના નીર છોડવા માટે મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી

ઉપરોક્ત બંને નદીમાં આગામી માર્ચ મહિનાના અંત સુધી નર્મદાનું પાણી છોડવામાં આવનાર છે અને આ નિર્ણયથી મહેસાણા અને પાટણ જિલ્લામાં ખેડૂતો માટે આનંદનો માહોલ છવાયેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!