આ વીર જવાને પોતાની દીકરી ને ફોન માં કહ્યુ કે હું ઘરે આવું છું, વાત કર્યાના બીજા દિવસે પરિવારને મળ્યા શહાદત ના સમાચાર,સલામ છે આવા વીર જવાનો ને

Published on: 6:08 pm, Sat, 11 September 21

દેશની સેવા કરવા માટે સેનાના જવાન હંમેશા તૈયાર જ રહેતા હોય છે. જો કોઈ વખતે આપણી સેનાના જવાન દેશની સેવા કરતાં કરતાં શહીદ થઈ જાય તો તેનું દુઃખ આપણને ઘણું લાગતું હોય છે. થોડા સમય પહેલા આપણી સેનાના એક જવાન તેઓ દેશની સેવા કરતા-કરતા શહીદ થઈ ગયા હતા.

આ શહીદ થયેલા જવાનનું નામ સુબેદાર રાજવિંદર સિંહ હતું. તેઓના શહીદ થયા પછી તેમના ગામ ગોઇંદવાલમાં અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.

જે વખતે તેમના પાર્થિવદેહને તેમના ગામે લઈને જવામાં આવ્યો એ વખતે આખું ગામ એકત્ર થઇ ગયું હતું અને ગામલોકોએ ભીની આંખે અંતિમવિદાય આપી હતી.

આ સેનાના જવાન દેશની સેવા કરતાં કરતાં તેઓની ઈજા પહોંચી હતી અને તેઓની સારવાર ચાલી રહી હતી. અને એ વખતે તેઓ શહીદ થઈ ગયા. આ જવાન એક મહિનાની રજા લઈને તેમના ઘરે ગયા હતા અને તેઓ 26 મી જાન્યુઆરી એ પાછા ફરજ પર આવ્યા હતા.

થોડા સમય પછી 29 મી ઓગસ્ટે સાંજના ચાર વાગ્યે તેઓએ તેમની પત્ની અને દીકરીઓને વાત કરી હતી કે તેઓ જલ્દીથી તેમના ઘરે આવશે. આ વાત જાણીને તેમના પરિવારના લોકો અને તેમના બાળકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા.

ફોન પર આ વાત થયાના બીજા દિવસે તેમની શહાદત ના સમાચાર ઘરે પહોંચ્યા. આ વાતની જાણ જે વખતે જવાન ની પત્ની અને તેમના બાળકો ટીવી જોઈ રહ્યા હતા એ વખતે થઈ હતી. એ વખતે તેમનો પરિવાર રડી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!