વડોદરામાં એક પિતાએ તેના પુત્રનો જીવ લઇ લીધો, જાણો એવું તો શું થયું હશે કે પિતાએ કર્યું આવું…

57

વડોદરાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટબી ગામની જમવા બાબતે એક પિતાએ તેના પુત્રનો જીવ લઇ લીધો. મળતી માહિતી મુજબ જમવાના બાબતે પિતા અને પુત્ર વચ્ચે માથાકુટ થઇ હતી અને તેના કારણ પિતાએ પોતાના 25 વર્ષીય પુત્ર નો જીવ લઈ લીધો.

ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા પિતાને ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના કોટંબી ગામની નવીનગરીમાં કૈલાસબેન કનુભાઈ પરમાર પરિવાર સાથે રહે છે.

દેવોને 2 પુત્ર અને 1 દીકરી છે. કૈલાસબેન ના પતિ કનુભાઈ મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે શુક્રવારના રોજ કનુભાઈ અને તેમના બંને પુત્ર રાજુ અને રાકેશ ઘરે હાજર હતા.

ત્યારે રાત્રિના આઠ વાગ્યાની આસપાસ રાકેશ અને કનુભાઈ વચ્ચે જમવા બાબતે માથાકુટ થઇ હતી. જ્યારે રાકેશ તે તેના પિતા કનુભાઈ ના પેટમાં બે થી ત્રણ લાતો લગાવી દીધી હતી. જેને લઇને કનુભાઈ તેના પુત્ર રાકેશ નો જીવ લઇ લીધો હતો.

આ ઘટનાની જાણ થતાં રૂમમાં સૂતેલી માતા બહાર આવી હતી અને ત્યારે કનુભાઈ બધાને કીધું કે હવે તમે સુઈ જાવ એમ કહીને કનુભાઈ ઘરની બહાર જતા રહ્યા હતા.

ત્યારબાદ કનુભાઈના પત્ની કૈલાશબેન એ ઘટનાની જાણ આસપાસના લોકોને કરી અને આસપાસના લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચને કરી હતી. ગામના સરપંચ દ્વારા પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને 25 વર્ષીય રાકેશ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ પોલીસ દ્વારા કનુભાઈ ની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!