અમદાવાદ શહેરમાં આ વખતે રથયાત્રા તો નીકળશે જ, જોઈ લો કેવી હશે તૈયારીઓ.

114

ગુજરાત રાજ્યમાં આગામી થોડાક દિવસોમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને ઘણી હલચલ થઇ રહી છે. એવામાં જગન્નાથ રથયાત્રાને લઈને અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે રથયાત્રામાં સામાન્ય જનતા જોડાઈ શકશે નહીં.

કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રથયાત્રા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોનાની મહામારી ગાઈડલાઈન્સ મુજબ તમામ પ્રોટોકોલ હેઠળ રથયાત્રા કાઢવામાં આવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મંદિર દ્વારા જળયાત્રા અને રથયાત્રાની તૈયારી પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત રથયાત્રામાં પરંપરા મુજબ 18 ગજરાજ હાજર રહેશે. ગજરાજ ને અન્ય રાજ્યમાંથી મંદિરમાં લાવવા માટે આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત મંદિરના મુખ્ય ગજરાજ ભુદર નદીના કિનારે યાત્રામાં પણ હાજર રહેશે.

આ ઉપરાંત મંદિર દ્વારા નગર નાથના વાધા બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. વાઘા બનાવવા માટે સ્પેશ્યલ વૃંદાવન અને મથુરા થી કપડા મંગાવવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા ની પરમિશન મળે તે પહેલા કોર્પોરેશન તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે રસ્તા પર રથયાત્રા નીકળશે એ રસ્તાના સમારકામ પણ શરૂ કરી દેવાનો આદેશ આપ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!