રૂપાણી સરકારના આ વરિષ્ઠ પ્રધાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરૂધ્ધ કહ્યું કે…

305

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે તે સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ આંખ લાલ કરીને કહ્યું કે, કોંગ્રેસના તકસાધુઓ માટે ભાજપમાં જગ્યા નથી.હવે ગુજરાતની વિજય રૂપાણી સરકારના વરિષ્ઠ પ્રધાન આર.સી.ફળદુએ પાટીલ થી જુદો સુર કાઢ્યો છે. ફળદુએ કોંગ્રેસના નેતાઓને આવકારવાના સંકેત આપતાં કહ્યું કે, વિકાસ પ્રવાહમાં કોઇ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. તેમના આ નિવેદનથી સી આર પાટીલ નું નિવેદન સાવ સામા છેડાનું છે.

અલબત્ત કોઈ વિવાદ ન થાય એટલે વાતને વાળવા તેમને કહ્યું કે, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના નિવેદનો ઉંધો અર્થ ન કરવો.આર.સી.ફળદુ ની આ વાત એ વાતનો પુરાવો કરે છે કે,ભાજપમાં બહારથી આવતા નેતાઓને બદલે પક્ષના નેતાઓને જ મહત્વ આપવાના પાર્ટીના અભિગમ સામે તેમને વાંધો ઉઠાવ્યો છે.

બીજી તરફ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયેલા ખેડૂતો મુદ્દે આર.સી.ફળદુએ પોતે અજાણ હોવાનું જણાવ્યું છે. કૃષિ મંત્રી ના આ મુદ્દાને લઈને અજાણ હોવાનું જણાવ્યું.

આજે ખેડૂતો ભેગા થયા હતા કે નહીં તેનો મને ખ્યાલ નથી પણ જો ખેડૂતો ને લાગતો આવું કંઈ મૂર્દો હસે તો હું જોઈ લઈશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!