ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને લાગ્યો મોટો ઝટકો,જાણો વિગતવાર.

બે દિવસ પહેલા ડાંગ વિધાનસભા બેઠક પરથી ભાજપ ને મોટો ઝટકો મળ્યો હતો. ભાજપના લગભગ 400 જેટલા સભ્યો કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા થી પણ ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટો ફટકો પડયો છે.ભાજપના કાર્યકર્તાઓ અહીં કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. 40 થી વધુ કાર્યકર્તા એ આજરોજ કોંગ્રેસના ખેસનો ધારણ કર્યો છે. લીમડી,ચુડા, સાયલા ના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.

સાયલા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર ના કાર્યક્રમમાં ભાજપના અંદાજે 40 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના ઉમેદવારી ફોર્મ દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેરી ને વિધિવત રીતે જોડાયા હતા. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ,લાખાભાઈ ભરવાડ,રઘુભાઈ દેસાઈ.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિતના કાર્યકર્તા ને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.ઉલ્લેખનીય છે કે આગામી થોડા દિવસોમાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે

ત્યારે ભાજપ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ નાખુશ થાય કોંગ્રેસ પાર્ટીના શરણે જઈ રહ્યા છે. જે ભાજપ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*