કોંગ્રેસના કયા ધારાસભ્યોએ કોંગ્રેસ ને છોડવા ભાજપ પાસેથી લીધા 16 કરોડ રૂપિયા?જાણો શું છે સમગ્ર મામલો?

Published on: 7:22 pm, Fri, 16 October 20

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા એક ધડાકો કર્યો છે. એક ન્યૂઝ ચેનલના સ્પેશિયલ કાર્યક્રમમાં જે.વી. કાંકરિયા ભાજપે રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના જેતે ધારાસભ્યોને રાજીનામા અપાવ્યા હતા તેમને 16 કરોડ રૂપિયાની ઓફર કર્યા હોવાનું કબૂલ્યું છે. જેવી કાકડિયા આડકતરી રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જે ધારાસભ્યોને ટિકિટ નથી મળી.

તેમને 16-16 કરોડ રૂપિયા લીધા હોવાની કબૂલાત કરી છે.જે.વી.કાકડીયા એ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે કહ્યું કે,મે 16 કરોડ રૂપિયા તો છોડો પણ એક કરોડ પણ નથી લીધા. તેમને કહ્યું કે,જો મેં 16 કરોડ રૂપિયા લીધા હોય તો ટિકિટ ન મળે અને બે ઓફર માંથી એક જ કમિટમેન્ટ કરવી પડે. ટિકિટ મળે અથવા તો પૈસા મળે અને એમાંથી મે ટીકીટ લેવાનું પસંદ કર્યું છે.

જેવી કાકડિયા કોંગ્રેસ છોડીને રાજીનામું આપનાર સોમાભાઈ ગાડા ભાઈ પટેલ, પ્રવીણ મારુ અને મંગળ ગાવિત તેમને ટિકિટ નથી મળી તેના બદલામાં તેમને ભાજપ પાસેથી 16 કરોડ રૂપિયા લીધા હોવાનું કબૂલ્યું છે.

કાકડિયા એ કરેલી કબૂલાત ગંભીર છે અને ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા મોટાપાયે નાણાં વેરવામાં આવ્યા હોવાના આક્ષેપોને સમર્થન આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!