ચીન ને નમાવા માટે પીએમ મોદી એ તૈયાર કર્યો આ પ્લાન….જાણો વિગતવાર

Published on: 5:43 pm, Sun, 5 July 20

લડાખ માં છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વિવાદિત મુદ્દા ના કારણે વિવાદો થઈ રહ્યા છે. જે વિવાદ ને પતાવવા માટે મહેનત થઈ રહી છે પણ એનું રિઝલ્ટ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં ભારત પાસે એવા ત્રણ વિકલ્પ છે જેની મદદથી ચીનને નમાવી શકે છે.

પહેલો વિકલ્પ એ છે કે ચીની સેનાએ ભારતમાં જે કઈ બાંધકામ કર્યા છે તે બાંધકામ ને હટાવી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે 15 જુનના રોજ ભારતીય સેના અને ચીની સેના વચ્ચે લોહિયાળ જંગ આ કારણસર થયો હતો.

બીજો વિકલ્પ એ છે કે ભારત પણ ચીનની જેમ એલ એસી ઉપર બાંધકામ બનાવી દે જે સ્થિતિ જાળવવા માટે વધારે ઉપયોગી બની શકે છે. ઉલ્લેખનીય છે કે 2013માં દેપસાંગ વિસ્તારમાં આવી ખરાબ સ્થિતિનું સર્જન થયું હતું ત્યારે ભારતીય સેનાએ ચૂમાંગ વિસ્તારમાં બાંધકામ કરીને સ્થિતિ બતાવવાનું કાર્ય કર્યું હતું.

ત્રીજો વિકલ્પ એ છે કે ભારતીય સેના ચીન સાથે વાતચીત કરવાનું ચાલુ રાખે અને ચીની સેના બીજા વિસ્તારમાંથી ઘૂષણખોરી ન કરે તેનું પણ ખાસ તકેદારી રાખે.