કોરોના ને લઈને વૈજ્ઞાનિકે કર્યો સૌથી મોટો દાવો…. જાણો વિગતવાર

Published on: 10:01 am, Mon, 6 July 20

જો તમે ભીડભાડથી દૂર રહીને વગર માસ્ક પહેરીને ખુલ્લેઆમ ફરો છો તો ચેતી જજો. વિશ્વભરના અનેક વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ને લઈને એવો દાવો કર્યો છે કે જે જાણીને આપણે સૌ ના હોશ ઉડી જશે.

દુનિયાભરમાં સેંકડો વૈજ્ઞાનિકો એવો દાવો કર્યો છે કે કોરોનાવાયરસ એ હવાથી પણ ફેલાઇ શકે છે. આ દાવો 32 દેશના 239 થી પણ વધારે વૈજ્ઞાનિકોએ કરેલ છે. રિસર્ચ માં જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસ ના નાના-નાના કણો હવામાં જીવંત રહેવાથી ચેપ લાગવાની સંભાવના સૌથી વધુ છે.

ઉલ્લેખનીય છે કે પહેલા WHO એ દાવો કર્યો હતો કે કોરોનાવાયરસ હવાથી ફેલાતો નથી. WHO વધારે બોલતા કહ્યું હતું કે કોરોનાવાયરસ એ છીંક, કફ, ઉધરસ અને બોલવાથી તેના કણ બહાર નીકળે છે અને તે ભારે હોવાથી જમીન પર પડે છે.

કોરોનાવાયરસ ને લઈને સેંકડો વૈજ્ઞાનિકના દાવાથી સમગ્ર વિશ્વભરના લોકોને ચિંતા છે કે આવવાના કારણો સર વાયરસ ફેલાવાથી સૌથી વધારે સંક્રમણ વધવાનો દાવો અત્યારે અલગ-અલગ રિસર્ચ કંપનીઓ કરી રહી છે.