સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગને લઈને જાણો શું નિર્ણય લેવાયો

ગુજરાત રાજ્યમાં હવે અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના નું પ્રમાણ સતત અને સતત વધી રહ્યું છે. સુરત ની હાલની કપોરી પરિસ્થિતિ જોતા મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ હાજર રહ્યા હતા. સુરતમાં વધતા જતા કેસોને જોઈને એક અઠવાડિયા માટે સુરતનો પરંપરિત ટેકસટાઇલ અને હીરા ઉદ્યોગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિવારના રોજ આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી સાથે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના વડાઓ સાથે વાતચીત થઈ હતી.

આ બેઠકમાં સાંસદ સી.આર.પાટીલ, સાંસદ દર્શના જરદોશ, અનેક ધારાસભ્યો અને મેયર શ્રી જગદીશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલુ રાખવા માટે નિર્ણય લેવાયો છે. અનેક નવી ગાઇડલાઇન સાથે આ બંને ધંધા ચાલુ કરવા માટે કુમારભાઈ કાનાણી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આ ઉપરાંત વધારે વાત કરતાં કુમારભાઈ કાનાણીએ જણાવ્યું છે કે જે કોઈ ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના પોઝિટિવ આવશે તો આખા ફ્લોર ને બંધ કરવામાં આવશે. જે કોઈ કારખાના સરકારની ગાઇડ લાઇન નું પાલન નહીં કરે તો તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ બેઠકમાં ઉદ્યોગના અગ્રણીઓ ચોખ્ખા શબ્દોમાં જણાવતા કહ્યું છે કે સરકારની નવી ગાઇડલાઇન નું સતત પણે પાલન કરવું પડશે. આ ઉપરાંત વધારે જણાવતા કહ્યું કે ઉદ્યોગ માં આવતા દરેક લોકોએ આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*