રાજ્યમાં કોરોના કેસ વધતા વેપારીઓએ લીધો મોટો નિર્ણય…. જાણો વિગતવાર

Published on: 5:30 pm, Sun, 5 July 20

રાજકોટ માં એક સમયે ધંધા-રોજગાર વધારે સમય ખુલ્લા રાખવા માટે સરકાર સમક્ષ માગણી કરતાં હતા . તે જ વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સંયમ એવો એક નિર્ણય લીધો છે જે જાણીને આપણે સૌ લોકો ખુશ્મ ખુશ થઈ જશું.

રાજકોટમાંકોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા વેપારીઓ દ્વારા સવારે ૮ થી ૫ સુધી ધંધો ચાલુ રાખવાનો નિર્ણય લીધેલ છે.આ બાબતે વેપારી સંઘના વડા જણાવતા કહ્યું કે આ નિર્ણય થી વધારે વકરા માં કંઈ ફરક પડશે નહીં અને દરેક વેપારીઓની શાખ ના કારણે લોકો સાંજ સુધીમાં ખરીદી કરી લેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યભરમાં સાંજના આઠ વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવાની પરવાનગી મળી છે આ ઉપરાંત આશ્ચર્યજનક રીતે રેસ્ટોરન્ટ ને રાતના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની પણ પરવાનગી મળી છે. પણ સમગ્ર રાજ્યભરમાં નજરે જોઈએ તેમ સોશીયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તેઓ આપણને જોવા મળી રહ્યું છે.

Be the first to comment on "રાજ્યમાં કોરોના કેસ વધતા વેપારીઓએ લીધો મોટો નિર્ણય…. જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*