રૂપાણી સરકાર ના આ મંત્રી હવે બરોબર ના ભરાયા, મંત્રી બની બાવળિયાએ કોળી સમાજનો નહીં પરંતુ ખુદનો જ વિકાસ કર્યો, જાણો કોણે કહ્યુ?

Published on: 7:42 pm, Tue, 3 August 21

હાલમાં ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને રાજકીય પક્ષો વચ્ચે ઊથલપાથલ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસનો પગ મૂકીને ભાજપનો ખેસ ધારણ કરનાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે હવે કોળી સમાજે બાંયો ખેંચી છે.

ગુજરાતનું કોળી સમાજ નહીં પરંતુ દેશભરના કોળી સંગઠની એ વિરોધ કરતા મંત્રી કુંવરજી બાવળીયાએ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેવું પડયું હતું.

આ ઉપરાંત અજીત પટેલનું કહેવું છે કે કુંવરજી બાવળીયાએ માત્રને માત્ર સમાજ નો જ ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત કહ્યું કે મંત્રી બનીને સમાજનો નહીં, ખુદનો જ વિકાસ કર્યો છે.

આ ઉપરાંત ભાજપના શાસનમાં કોળી સમાજને રાજકીય પ્રભુ તો મળ્યું નથી તેવી ફરિયાદ પણ અગાઉના સમયમાં ઉઠી ચૂકી છે. આ ઉપરાંત સોમનાથ અને ભાવનગરમાં આ મુદ્દે કોળી સમાજની બેઠક પણ થઈ હતી. આ ઉપરાંત ફરી એક વખત કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે બંડ પોકાર્યો છે.

આ ઉપરાંત અજમેરમાં મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે વરાયેલા અજીત પટેલે એવા આરોપો મૂક્યા છે કે, મંત્રી કુંવરજી બાવળીયા મંત્રી બનવાની લાલચમાં ભારતીય જનતા પાર્ટી નો હાથ પકડ્યો છે.

આ ઉપરાંત અજીત પટેલે કુવરજી બાવળીયા નો માંડવો પાડતા કહ્યું કે મંત્રી કુંવરજી બાવળિયા રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં ગેરહાજર હતા. આ ઉપરાંત તેમને કહ્યું કે whatsapp પર રાજીનામું મોકલાવી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!